ભાણવડ તાલુકાના ટિંબડી ગામે રહેતા મનસુખભાઈ ગોવાભાઈ સાદીયા નામના 50 વર્ષના આધેડએ શનિવારે તેમની બીમારી અથવા કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને મૂર્છિત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના પુત્ર કિશન સાદીયાએ સ્થાનિક પોલીસને કરી છે.