આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના સણખલા ગામે રહેતા પીઠાભાઈ રામભાઈ ચાવડા નામના 50 વર્ષના આહિર આધેડે ગત તારીખ 25 નવેમ્બરના રોજ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે અહીંની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે.