કાલાવડની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતા આદિવાસી પરિવારની 18 વર્ષની બાળકી રમતા-રમતા અકસ્માતે કૂવા પાસેની કૂંડીમાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ કાલાવડ ગામની સીમમાં આવેલા અનિલભાઇ ઠુમરના ખેતરમાં મજૂરીકામ કરતા મધ્યપ્રદેશના વતની મુકેશભાઇ કલસીંગ ભાંભોર નામના યુવાનની પુત્રી કામ્યા (ઉ.વ. દોઢ વર્ષ) નામની બાળકી શનિવારે બપોરના સમયે ખેતરમાં કૂવા પાસે રમતી હતી તે દરમ્યાન અકસ્માતે કૂવા પાસેની કૂંડીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી બેશુધ્ધ થઇ ગઇ હતી. ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. એસ.એસ.જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.