Wednesday, December 18, 2024
Homeરાષ્ટ્રીયમોતની મોક ડ્રીલ ! : ઓક્સિજન ન મળતા 22 દર્દીઓના મોત, ડોક્ટરનો...

મોતની મોક ડ્રીલ ! : ઓક્સિજન ન મળતા 22 દર્દીઓના મોત, ડોક્ટરનો વિડીઓ વાયરલ

- Advertisement -

આગ્રાની પારસ હોસ્પિટલમાં ઓક્સીજનના અભાવે મોકડ્રીલ દરમિયાન 22 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના સબંધિત ડોક્ટરનો એક વિડીઓ પણ વાયરલ થયો છે. જેમાં ડોક્ટર કહે છે કે હોસ્પિટલમાં વધુ દર્દીઓ દાખલ થયા હોવાના લીધે 5મિનીટ સુધી ઓક્સીજન બંધ કરી દેવામાં આવ્યું હતું અને 22 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. આ સમગ્ર ઘટના બાદ પારસ હોસ્પિટલને સીઝ કરી દેવામાં આવી છે. અને સંચાલક વિરુધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

આગ્રાની પારસ હોસ્પિટલમાં 26 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે ઓક્સિજનની મોકડ્રીલમાં કોરોનાના 22 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ દાવો ખુદ હોસ્પિટલના માલિક ડો.અરિંજય જૈને કર્યો હતો. તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હોસ્પિટલના માલિક ડો.અરંજય જૈન કહે છે, ‘મેં સંજય ચતુર્વેદીને ફોન કર્યો હતો. તેણે કહ્યું- બોસ, દર્દીઓને સમજાવો, ડિસ્ચાર્જ શરૂ કરો. મુખ્યમંત્રી પણ ઓક્સિજન આપી શકતા નથી. મારા હાથ-પગ ફૂલી ગયા અને મેં વ્યક્તિગત રીતે સમજાવવાનું શરૂ કર્યું. કેટલાક કહેવા લાગ્યા કે જશે નહીં. ત્યારે મેં કહ્યું – વાંધો નહીં અને જેની ઓક્સિજન રોકી શકાય છે તેને શોર્ટ કરો. એક ટ્રાયલ કરો, આપણે સમજી જઈશું કે કોણ મરી જશે અને કોણ નહીં મરે. આ પછી સવારે 7 વાગ્યે મોકડ્રીલ શરૂ થઈ હતી. ઓક્સિજન ઘટાડીને શૂન્ય થઈ ગયું. 22 દર્દીઓને મારી નાખવામાં આવ્યા. હાથ અને પગ વાદળી બનવા લાગ્યા, જો તેઓ ચીસો પાડવા લાગ્યા, તો તરત ઓક્સિજન ખોલી નાખ્યું.

- Advertisement -

 આ મામલામાં વિવાદ વધતાની સાથે જ યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. તેણે પારસ હોસ્પિટલ કબજે કરવા આદેશ આપ્યો છે. બીજી તરફ, આગ્રાના ડીએમ પ્રભુ એન સિંઘનું કહેવું છે કે, હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે કોઈ દર્દીનું મોત થયું નથી. જોકે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular