જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ શિક્ષા કચેરીના સંયુકત ઉપક્રમે જિલ્લા કક્ષાના કૌશલ્ય ઉત્સવમાં જામનગરના વિદ્યોતેજક મંડળ સંચાલિત ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલ અને એન.ડી. શાહ હાયર સેક્ધડરી વિદ્યાલયના વિદ્યાર્થીઓ એ ભાગ લઇને એ-વન બેઝડ કોમ્પ્યુટર પ્રોજેકટમાં જામનગરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું તથા સંસ્થાનું ગૌરવ વધાર્યુ છે.
આ પ્રોજેકટસમાં માર્ગદર્શક શિક્ષક મીનલબેન મારુના માર્ગદર્શન હેઠળ ધોરણ 11 ના બે વિદ્યાર્થીઓ શિર જયેશ જયંતીભાઈ અને મારુ રોહિત શૈલેષભાઈ આ પ્રોજેકટને પ્રથમ નંબરની સફળતા અપાવી હતી. હવે રાજ્યકક્ષાએ તેઓ સંપૂર્ણ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના આચાર્ય સંજયભાઈ દતાણી તેમજ વિદ્યોતેજક મંડળના તમામ ટ્રસ્ટ મંડળનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું તથા તમામ ટ્રસ્ટીઓએ શુભકામના પાઠવી હતી.


