લાલપુર તાલુકાના ચારણતુંગી ગામના વાડી વિસ્તારમાં રહેતાં યુવાને તેની પુત્રીને ઘરકામ બાબતનો ઠપકો આપતા મનમાં લાગી આવતા યુવતીએ ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ચારણતુંગી ગામના વાડી વિસ્તારમાં રહેતાં વજશીભાઈ જોગલ નામના યુવાને તેની પુત્રી નિરુપાબેન જોગલ (ઉ.વ.19) ને ઘરકામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતા નિરુપાબેને ગત તા.7 ના સવારના સમયે તેના ઘરે ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું ગુરૂવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની યુવતીના ભાઈ ભરત દ્વારા જાણ કરાતા હેકો એમ.કે. ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચારણતુંગીમાં પિતાના ઠપકાનું લાગી આવતા પુત્રીનો આપઘાત
ઘરકામ બાબતે ઠપકાનું લાગી આવ્યું : ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ : સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ