રાજકોટમાં સીટી બસના દરવાજે લટકીને વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે તેવો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સીટી બસમાં કેપેસીટી કરતાં વધારે મુસાફરો ભરવામાં આવ્યા છે. અને વિદ્યાર્થીઓ બેગ સાથે બસના દરવાજા પર લટકતા વિડીઓમાં જોઈ શકાય છે. રાજકોટના કાલાવડ રોડ પર જતી સિટી બસ નંબર 18નો આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
https://twitter.com/khabargujarat/status/1466049237175525384
આ વાયરલ વિડીઓ સામે રાજકોટ મહાનગર પાલિકાની બેદરકારી સામે પણ લોકો સવાલ ઉઠાવી અહ્યા છે. આ અંગે રાજકોટ મનપાના આ વાયરલ વિડીઓને લઇને જણાવ્યું છે કે જવાબદાર અધિકારીને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે અને બીજી તરફ મુસાફરોને પણ આ રીતે બસના દરવાજા તરફ ન લટકવા અપીલ કરી છે.