Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરદડિયાના સરપંચ દ્વારા મહાપાલિકા કમિશનરને ચિમકી

દડિયાના સરપંચ દ્વારા મહાપાલિકા કમિશનરને ચિમકી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા સંચાલિત દડિયા ગામમાં આવેલા ઢોરના ડબ્બામાં છેલ્લાં ઘણાં સમયથી દરરોજ ચારથી પાંચ પશુઓના મોત થાય છે. આ મોત નિપજવાનું કારણ તંત્રની બેદરકારી અને કર્મચારીઓ દ્વારા સાફ સફાઈ તથા તબીબી સારવાર ન મળવાને કારણે થાય છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકા સંચાલિત દડિયા ગામમાં આવેલ ઢોરના ડબ્બામાં દરરોજ ચાર થી પાંચ પશુઓના મોત નિપજવાની ઘટના અવિરત બનતી રહે છે. મોત પાછળ પશુઓને મળતો અપૂરતો ચારો, પાણી, સાફ સફાઈનો અભાવ અને તબીબી સારવાર ન મળવાને કારણે પશુઓના મોત નિપજે છે. દડિયા ગામના સરપંચ રાજેશભાઈ લખીયર દ્વારા હાલમાં પવિત્ર પરષોતમ મહિનો ચાલી રહ્યો છે ત્યારે અબોલ પશુઓના મોત નિપજવાની ઘટનાઓ દુ:ખદ હોવાથી મ્યુનિસીપલ કમિશનર બી.એન. મોદીને લેખિતમાં રજૂઆત કરી સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરપંચ અને ગ્રામજનો દ્વારા ઢોરના ડબ્બામાં રહેલા તમામ પશુઓને તાળા તોડીને મુકત કરી દેવામાં આવશે તેવી ચિમકી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular