જામનગરના સાયકલ સવારો આજે લાટો થી લેહ જવા માટે નીકળ્યા છે. લેહ જે દરેક લોકોનું મોસ્ટલી યંગસ્ટર્સનું સપનું હોય છે કે લાઈફમાં એક વખત તો અહિયાં જવું જ છે. અને તેમાં પણ જામનગરના 18 સાયકલસવારો આજે લેહ જઈ રહ્યા છે. અને આવતીકાલે તેઓ ખારડુંગલા જશે.
ત્યાર બાદ તેઓ લેહ પરત ફરશે. તેમની મનાલીથી ખારડુંગલાની યાત્રાનો આવતીકાલે અંતિમ દિવસ રહેશે. વરસાદી માહોલ અને ઊંચા પર્વતો વચ્ચેના અદ્ભુત વાતાવરણ વચ્ચે સાયકલીંગ ક્લબના 18 સભ્યો પ્રકૃતિની મજા માણી રહ્યા છે.