Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત વધુ 10 જિલ્લાઓમાં સાઇબર પોલીસ સ્ટેશન

જામનગર સહિત વધુ 10 જિલ્લાઓમાં સાઇબર પોલીસ સ્ટેશન

- Advertisement -

આજે આખા વિશ્ર્વમાં ડોજિટલ ક્રાંતિ ફેલાઇ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આ બાબતે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અત્યારે નાગરિકો કોરોના મહામારીના કારણે ઓનલાઇન શોપિંગ, રિચાર્જ, નાણાંની ચૂકવણી, ઇ-મિટિંગો, વેબિનાર જેવી ડિંજિટલ સેવાનો લાભ લઇ રહ્યા છે. જે ટેકનોલીજીનો સદુપયોગ છે. પરંતુ કેટલાક સાયબર ક્રિમિનલ્સ દ્વારા આ જ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડે પણ થઇ રહી છે. આથી સાયબર સુરક્ષાને લગતા પડકારો સામે આવી રહ્યા છે. આવા વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પણ પોલીસ સજાગ છે. ગૃહરાજ્યમંત્રી પ્રદપસિંડ જાડેજાએ જણાવ્યું છે કે જિલ્લા કક્ષાએ પણ સાયબર પોલીસ સ્ટેશનનો શરૂ કરવા માટે સાણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ (ગાંધીધામ) અને બનાસકાંઠા એમ કુલ 10 જિલ્લાઓમાં પણ સાઈબર પોલીસ સ્ટેશન મંજૂર કરાયા છે. આ નિર્ણયથી સાઈબર ક્રાઈમના ગુનાઓ અટકશે. ગૃહમંત્રી જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, સાઈબર ક્રાઈમને સંબંધિત ગુનાઓને રોકવા અને આ ગુનાઓને ઉકેલવા માટે રાજ્ય કક્ષાએ સીઆઈડી ક્રાઈમની કચેરીઓમાં કાર્યરત સ્ટેટ સાયબર સેલ હસ્તક 1 સાઈબર પોલીસ સ્ટેશન કાર્યરત છે. જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ સાઈબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. રાજયની 9 રેન્જ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ, ગોધરા, અમદાવાદ અને જૂનાગઢ ખાતે પણ સાઇબર પોલીસ સ્ટેશન કાર્યરત કરાયા છે. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 83278 નાગરિકોના રૂપિયા 18.11 કરોડ જેટલી રકમ ભોગ બનનારના ખાતામાં પરત જમા કરાવવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદવાદને સફળતા મળી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular