Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoસોમનાથ મંદિરે મહાદેવના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડી, જુઓ VIDEO

સોમનાથ મંદિરે મહાદેવના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડી, જુઓ VIDEO

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ આજે સોમવારના દિવસે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવના મંદિર દર્શન કરવા વહેલી સવારથી જ મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. સોમનાથ મંદિરે દેશ-વિદેશથી શિવભક્તો ભગવાન ભોળાનાથના દર્શનાથે આવતા હોય છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઇડલાઇન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

કોવિડ વૈશ્વિક મહામારીને લઈને સરકારની ગાઈડલાઈન પ્રમાણે આરતી દરમિયાન યાત્રિકો માટે મંદિરમાં પ્રવેશ બંધ છે  શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ સોમનાથ આવી પહોંચ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular