Monday, January 6, 2025
Homeરાજ્યજામનગરરાજ્યસભાના સાંસદ, જેએમસી પૂર્વ વિપક્ષીનેતા વિરૂધ્ધ જામનગરમાં નોંધાયો ગુનો - VIDEO

રાજ્યસભાના સાંસદ, જેએમસી પૂર્વ વિપક્ષીનેતા વિરૂધ્ધ જામનગરમાં નોંધાયો ગુનો – VIDEO

જામનગરમાં યોજાયેલ સમૂહ લગ્નમાં ઉપસ્થિત ઈમરાન પ્રતાપગઢી તથા અલ્તાફ ખફીના વીડિયોમાં ઉશ્કેરણી ગીત હોવાથી જાગૃત્ત નાગરિક દ્વારા ફરિયાદ

- Advertisement -

જામનગરમાં યોજાયેલ સમૂહ લગ્ન સમારોહ દરમિયાનના એક વીડિયો કલીપના બેકગ્રાઉન્ડમાં ઉશ્કેરણીજનક ગીત સાથેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા અંગે રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપ ગઢવી અને જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સામે જામનગરના સિટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

તાજેતરમાં જામનગરના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમૂહ સાદીના કાર્યક્રમમાં 51 દુલા-દુલ્હનના નિકાહ કરાયા હતાં. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતાં. આ દરમિયાન તેઓ જ્યારે સમૂહલગ્નમાં આવી રહ્યા હતાં ત્યારનો વીડિયો બનાવીને રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર તેમના વેરીફાઈડ એકાઉન્ટ ઉપર આ વીડિયો મુક્યો હતો. જે વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં રહેલ મ્યુઝીક ઉશ્કેરણીજનક હતું. જેથી આ અંગે કિશનભાઈ દિપકભાઈ નંદા દ્વારા સિટી એ ડીવીઝનમાં એફઆઈઆર નોંધાવી છે.

- Advertisement -

સિટી એ ડિવિઝનમાં ોંધાયેલ એફઆઈઆરમાં જણાવ્યું છે કે, જામનગર જિલ્લામાં જામનગર શહેરના રૂમી પાર્ક મોરકંડા રોડ, કાલાવડ નાકા બહાર, સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સામૂહિક વિવાહ કાર્યક્રમનો 46 સેક્ધડનો એક વીડિયો રાજયસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢી દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. જેમાં વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ‘એ ખૂન કે પ્યાસો બાત સુનો અગર હકક કી લડાઈ…’ નામનું મ્યુઝિક મુકી આ વીડિયો અપલોડ કરાયો છે. જેના પરિણામે રાષ્ટ્રીય એકતા અને ધર્મ-જાતિમાં ઉશ્કેરણી થાય તેમ હોય આ અંગે તા.03 ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢી, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી તથા સંજરી ચેરીટેબલ ટ્રસ્ટના અન્ય સભ્યો સામે આ ફરિયાદ નોંધાઇ છે. આ અંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા પત્રકાર પરિષદમાં ગુના અંગે માહિતી આપી હતી અને આ અંગે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular