Monday, December 23, 2024
Homeરાજ્યહાલારપીઠડિયામાં બે સંતાનોની હત્યામાં જીવિત રહેનાર માતા વિરૂધ્ધ હત્યાનો ગુનો

પીઠડિયામાં બે સંતાનોની હત્યામાં જીવિત રહેનાર માતા વિરૂધ્ધ હત્યાનો ગુનો

બીમારીથી કંટાળી માતાએ બે સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું : બન્ને સંતાનોના મોત : માતાનો આબાદ બચાવ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના પીઠડિયા 1 ગામના વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી યુવતીએ તેની બીમારીથી કંટાળીને બે સંતાનો સાથે કૂવામાં આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવતી બચી ગઇ હતી. જ્યારે તેના બન્ને સંતાનોના મોત નિપજતા પોલીસે યુવતી વિરુધ્ધ બે સંતાનોની હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પીઠડિયા 1 ગામમાં આવેલા સીમ વિસ્તારમાં નિતેશભાઇના ખેતરમાં મજુરી કામ કરતા દાહોદ જિલ્લાના ચીમનકુવા ગામના વતની ચકુબેન બદિયાભાઈ પલાસ (ઉ.વ.26) નામની યુવતી છેલ્લાં ત્રણેક માસથી બીમાર રહેતી હતી અને આ બીમારીથી તેનું મૃત્યુ થશે તો બન્ને બાળકો હેરાન થઈ જશે. તેવી ચિંતામાં તેણીએ ખેતરના કૂવામાં ગુરૂવારે સાંજના સમયે પાંચ વર્ષના પુત્ર દેવરાજને કૂવામાં ફેંકી દીધો હતો અને ત્યારબાદ ત્રણ માસની પુત્રી રીયાને સાથે રાખી તેણીએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું. આ બનાવમાં પુત્ર અને પુત્રીના કૂવામાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતાં. જ્યારે માતા ચકુબેનનો બચાવ થયો હતો.

નાના એવા ગામમાં થયેલા બે સંતાનોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ હતી અને બનાવ અંગેની જાણ બદિયાભાઈ પલાસ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે બન્ને બાળકોના મૃતદેહોનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી બદિયાભાઈના નિવેદનના આધારે તેની પત્ની ચકુબેન વિરૂધ્ધ બે સંતાનોની હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular