Monday, December 23, 2024
Homeરાજ્યમકાનમાં ગેરકાયદેસર કબ્જો જમાવનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો

મકાનમાં ગેરકાયદેસર કબ્જો જમાવનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો

- Advertisement -

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં એક આસામીના મકાનને ભાડે રાખી, બાદમાં ભાડું નહીં ચૂકવી, આ મકાન પચાવી પાડવા સબબ એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ, મૂળ ભાણવડ તાલુકાના વેરાડ ગામના રહીશ અને હાલ સુરત ખાતે રહેતા મહેશભાઈ વલ્લભભાઈ નકુમ નામના 47 વર્ષના યુવાને ખંભાળિયા નજીક એક પ્લોટ લીધો હતો. જેમાં તેણે ત્રણ રૂમ- રસોડા વાળા બે માળના મકાનનું 700 ફૂટ જેટલું બાંધકામ કર્યુ હતું. આ મકાન તેણે ખંભાળિયાના રહીશ ભીખુભા મોતીભા જાડેજાને થોડા સમય પૂર્વે 11-11 માસના ભાડા કરારથી આપ્યું હતું. ઉપરોક્ત શખ્સ દ્વારા મહેશભાઈને ફેબ્રુઆરી 2020 માં છેલ્લું ભાડું ચૂકવ્યા બાદ ભાડું આપ્યું ન હતું. જેથી ફરિયાદી મહેશભાઈએ મકાન ખાલી કરવાનું કહેતા ભીખુભા મોતીભા જાડેજાએ આ મકાન ખાલી કર્યું ન હતું. સરકારી જંત્રી પ્રમાણે રૂા. 6,43, 200 ની અને બજાર કિંમત મુજબ રૂપિયા 25 લાખ જેટલી કિંમત ધરાવતા મકાનને પચાવી પાડવા સબબ મહેશભાઈ વલ્લભભાઈ નકુમની ફરીયાદ પરથી ખંભાળિયા પોલીસે ઉપરોક્ત શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદા મુજબ ગુનો નોંધી આગળની તપાસ ડીવાયએસપીને હિરેન્દ્ર ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગ હેઠળની ત્રણ ફરિયાદથી ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડતા તત્વોમાં ફફડાટ સાથે દોડધામ પ્રસરી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular