કલ્યાણપુર તાબેના કબીરનગર વિસ્તારથી ખીજદડ ગામ તરફ જતાં માર્ગ પર રવિવારે બપોરે પસાર થતાં જી.જે. 03 એ.ઝેડ. 7828 નંબરના એક વાહનને સ્થાનિક પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ વાહનમાં લઈ જવામાં આવતા 8 પાડા પોલીસને ધ્યાને આવ્યા હતા. સાથે પોલીસે ઉપરોક્ત વાહનમાં જઈ રહેલા ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામના મૂળ રહીશ એવા અમલા સવજીભાઈ પરમાર નામના 35 વર્ષીય દેવીપૂજક યુવાન સાથે કલ્યાણપુર તાલુકામાં રહેતા અને મૂળ મોટી પાનેલી ગામના ગોવિંદ ગોરધનભાઈ વાઘેલા નામના 28 વર્ષના દેવીપૂજક યુવાનને પૂછપરછ કરતા આ વાહનમાં પશુઓ માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન હોવા ઉપરાંત ક્રૂરતાપૂર્વક આ પાડાઓને વહન કરવામાં આવતા હોવાનું ખુલવા પામ્યું હતું. આથી કલ્યાણપુર પોલીસે ઉપરોકત બન્ને શખ્સો સામે પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેના કાયદાની અધિનિયમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.