ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા રસીદ કારા જુસબ બોલીમ (ઉ.વ. 38) તથા ઓખાના નવી નગરી વિસ્તારમાં રહેતા અજય પરસોતમ મોહન ઢાયાણી (ઉ.વ. 29) નામના બે શખ્સો દ્વારા “માં કી દુઆ” નામની ફિશીંગ બોટમાં પોતાના અંગત કાયદા માટે ગેરકાયદેસર રીતે બોટના રજીસ્ટ્રેશનના કાગળો બનાવીને તેનો દુરુપયોગ કરીને ફિશિંગ વિભાગમાં ખોટું ટોકન બનાવી અને આ ટોકન ખોટું હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરીને “દુર્ગા દેવી” નામની બોટમાં દરિયામાં માછીમારી કરતાં એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધા હતા.
આ બંને શખ્સો સામે મીઠાપુર પોલીસે આઈપીસી કલમ 465, 468, 471, 114 તથા ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વટ હુકમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.