કલ્યાણપુર પંથકમાં રહેતી તરૂણીને લગ્ન કરવાની લાલચ આપી રાવલના એક શખ્સે અપહરણ કરી દુષ્કર્મ આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકામાં રહેતા એક પરિવારની 15 વર્ષની સગીર વયની પુત્રીને લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી રાવલના હનુમાનધાર ખાતે રહેતો રણજીત દેવશીભાઈ ચૌહાણ નામનો અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતા આ બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આરોપી સામે આઈ.પી.સી. કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી સી.પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ વધારવામાં આવી છે.