Monday, January 12, 2026
Homeરાજ્યકારમાં ડાર્ક ફિલ્મ તથા મકાન ભાડા સહિતના જાહેરનામાનો ભંગ કરતા આઠ સામે...

કારમાં ડાર્ક ફિલ્મ તથા મકાન ભાડા સહિતના જાહેરનામાનો ભંગ કરતા આઠ સામે ગુનો

ખંભાળિયામાં ચોક્કસ સમયગાળા દરમિયાન ભારે વાહનો ઉપર પ્રવેશબંધી હોવા છતાં અહીંના નગર ગેઈટ વિસ્તારમાંથી આઇસર વાહન સાથે નીકળેલા મહાવીરસિંહ બળવંતસિંહ જાડેજા, ટ્રક સાથે નીકળેલા ભાણવડ તાલુકા રહીશ ઉમેશ હિરાભાઈ મોરી અને હસમુખ ખીમજીભાઈ પોપટ સામે અહીંની પોલીસે ગુનો નોંધ્યો છે.

- Advertisement -

જ્યારે કારના કાચમાં ડાર્ક ફિલ્મ લગાવી જાહેરનામાનો ભંગ કરવા બદલ કાના હરભમ મોઢવાડિયા સામે ભાણવડમાં અને જાડુભા ખેરાજભા માણેક સામે ઓખામાં ગુનો નોંધાયો છે.

મકાન ભાડે આપી અને સ્થાનિક પોલીસમાં જરૂરી નોંધણી ન કરાવવા બદલ મીઠાપુરમાં અમરસંગભા કનૈયાભા માણેક, ધનસુખભાઈ ભીખાભાઈ ઠાકર અને આલાભાઈ દેવાભાઈ મોરી સામે સ્થાનિક પોલીસે જાહેરનામાના ભંગ અંગેનો ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular