Saturday, December 6, 2025
Homeરાજ્યઉછીના પૈસા આપવાની ના પાડતા ખંભાળિયાના મહિલાને છરી બતાવતા શખ્સ સામે ગુનો

ઉછીના પૈસા આપવાની ના પાડતા ખંભાળિયાના મહિલાને છરી બતાવતા શખ્સ સામે ગુનો

ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા રૂપલબેન પ્રફુલભાઈ કાનાણી નામના 43 વર્ષીય મહિલા પાસે આ જ વિસ્તારમાં રહેતા દિલીપ ઉર્ફે દુલો શાંતિલાલ ઉનડકટ નામના શખ્સે અગરબત્તી લેવા માટે પચાસ રૂપિયા ઉછીના આપવાનું કહેતા રૂપલબેને આ રકમ આપવાની ના કહી હતી. જેથી ઉશ્કેરાયેલા દિલીપ ઉર્ફે દૂલો ઉનડકટએ પોતાની પાસે રહેલી છરી તેણીને બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular