Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતસોશિયલ મીડિયામાં પોલીસ આંદોલન ચલાવનાર 4 વિરૂધ્ધ ગુનો

સોશિયલ મીડિયામાં પોલીસ આંદોલન ચલાવનાર 4 વિરૂધ્ધ ગુનો

પાંચ સભ્યોની સમિતિ સરકારે રચી : પોલીસકર્મીઓની માંગણીઓની વિચારણા થશે

- Advertisement -

ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના પગાર વધારાની માગને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર આંદોલન ચાલી રહ્યું હતું. બુધવારે મોડી સાંજે પોલીસ પરિવારના આંદોલનના નાટકીય અંતની જાહેરાત કરવામાં આવી હતી. આમ છતાં ગુરૂવારે રાજ્યના અનેક ભાગોમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આંદોલનકારીઓના પ્રતિનિધી તેમજ મુખ્યમંત્રી સાથે બેઠકો કરીને આંદોલનને લઈને ચર્ચા કરી હતી. જેમાં આ મુદ્દાના ઉકેલ માટે કમિટીની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ગુરૂવારે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, પોલીસના ગ્રેડ-પે મુદ્દે રાજ્ય સરકાર વતી બ્રિજેશ ઝાની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં નાણાં વિભાગના સેક્રેટરી પણ સભ્ય રહેશે. આ સિવાય જીએડી અને ગૃહ વિભાગના ડેપ્યૂટી સેક્રેટરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, પોલીસની તમામ માગોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ સમિતિ અન્ય રાજ્યોના ગ્રેડ-પેનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લેશે. હવે પછી આ મામલે કાયદા વિરુદ્ધ વર્તન કરવામાં આવશે, તો તેમના પર કાયદેસરના પગલા લેવામાં આવશે. છેલ્લા થોડા દિવસોમાં સોશિયલ મીડિયામાં મૂકાતી પોસ્ટ મુદ્દે પણ 4 ગુના નોંધવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular