Sunday, September 22, 2024
Homeરાજ્યહાલારકાલાવડ તાલુકાના સતિયા ગામની સીમના ખેતરમાંથી ક્રિકેટનો ડબ્બો ઝડપાયો

કાલાવડ તાલુકાના સતિયા ગામની સીમના ખેતરમાંથી ક્રિકેટનો ડબ્બો ઝડપાયો

જામનગર એલસીબીનો દરોડો : રાજકોટનો શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો : 12 શખ્સોના નામ ખુલ્યા : કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ

- Advertisement -

કાલાવડ તાલુકાના સતીયા ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં આઈપીએલ 20-20 મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા રાજકોટના શખ્સે એલસીબીના ટીમે રેઈડ દરમિયાન ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે રૂા.10150 ની રોકડ રકમ, લેપટોપ સહિત રૂા.40 હજારનો મુદ્દામાલ કબ્જે કરી એક ડઝનથી વધુ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દેશમાં હાલ ક્રિકેટફીવર ચાલી રહ્યો છે. આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટ રમાઈ રહી છે ત્યારે આ ક્રિકેટ ઉપર ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર કરોડોનો સટ્ટો રમાતો હોય છે. દરમિયાન જામનગર એલસીબીના સંજયસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે કાલાવડ તાલુકાના સતિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં ક્રિકેટનો સટ્ટો રમાડાતા સ્થળે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ખેતરની ઓરડીમાંથી પરેશ ગોવિંદ દાસોટીયા બોરીચા (રહે. સહકાર સોસાયટી, રાજકોટ) નામના શખ્સને ઝડપી લીધો હતો.

એલસીબીની ટીમે રેઈડ દરમિયાન પરેશ પાસેથી રૂા.10,150 ની રોકડ રકમ, રૂા.10 હજારની કિંમતનું એક લેપટોપ, રૂા.20 હજારની કિંમતના 4 નંગ મોબાઇલ મળી કુલ રૂા.40,150 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ ક્રિકેટના ડબ્બામાં ડી.પી., કેવીન પટેલ (કે.પી.), સુમિતભાઈ પટેલ, જયસુખ જેઠવા, જબ્બરભાઈ પટેલ, મોહિતભાઈ, સાગર પટેલ, સદગુરૂ, 51, લાલો, 88 (હેરી), અભિ નામના 12 શખ્સોના નામો ખુલ્યા હતાં. જેથી એલસીબીની ટીમે 13 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પરેશ દાસોટીયા અગાઉ પણ રાજકોટમાં ક્રિકેટનો સટ્ટો ચલાવતા બે વખત પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. એલસીબીની ટીમે આરોપી અને મુદ્દામાલ કાલાવડ ગ્રામ્ય પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular