જામજોધપુર ગામમાં આવેલી હોટલ પાસે જાહેરમાં 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચમાં મોબાઇલ એપ્લીકેશન દ્વારા રનફેરનો જૂગાર રમાડી પૈસાની હારજીત કરતા શખ્સને સ્થાનિક પોલીસે રૂા.750 ની રોકડ રકમ અને 8000ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.8750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામજોધપુર ગામમાં આવેલી ગુરૂકૃપા હોટલ નજીક જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શુક્રવારે રાત્રિના સમયે રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર મોબાઇલ એપ્લીકેશન દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડી પૈસાની હારજીત કરતાં રાજેશ માયાભાઈ મુન નામના ગઢવી શખ્સને રૂા.750 ની રોકડ અને રૂા.8,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂા.8,750 નો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.