Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ઝડપાયો ક્રિકેટનો ડબ્બો: 10 પન્ટરોના ખુલ્યા નામ નંબર

જામનગરમાંથી ઝડપાયો ક્રિકેટનો ડબ્બો: 10 પન્ટરોના ખુલ્યા નામ નંબર

અધધધ….17.92 લાખની રોકડ સાથે ચાર શખ્સોને દબોચી લેવાયા

- Advertisement -

જામનગરમાં રહેણાંક મકાનમાં ધમધમતો ક્રિકેટનો ડબ્બો પોલીસે પકડી પાડયો છે. એલસીબીએ દરોડો પાડી રૂા.17.92 લાખની રોકડ રકમ સાથે ચાર શખ્સોને દબોચી લીધાં હતાં. તેમની પાસેથી ડબ્બો ચલાવવા માટેના સાધનો લેપટોપ મોબાઇલ વગેરે પણ કબ્જે કરવામાં આવ્યાં હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં કિસાન ચોક સુમરા ચાલી પાસે રહેતાં અબ્દુલ કાદર નૂર મહમદ ખફી નામના શખ્સના મકાનની ઉપરના માળે આવેલી ઓફિસમાં ક્રિકેટ મેચનો ડબ્બો ચલાવવામાં આવતો હોવાની બાતમી એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલને મળી હતી. આ બાતમીના આધારે એલસીબીની ટૂકડીએ દરોડો પાડયો હતો.જેમાં અબ્દુલ કાદર સાથે અશોકભાઇ ઉર્ફે બાબુલ પોપટ દતાણી(રહે.ગ્રીન સીટી, શેરી નં.8), તુષાર ઉર્ફે રૂપેશ હસમુખલાલ મહેતા(રહે. મકિમવાડી કલ્યાણજીના મંદિર પાસે), પરેશભાઇ મગનભાઇ સોંલકી(રહે.વાધેરવાડો મોટા આશાપુરા મંદિર પાસે) નામના ચારેય શખ્સોને દબોચી લીધાં હતાં. તેમના કબ્જામાંથી 17.92 લાખની રોકડ રકમ તેમજ સટ્ટો લેવા માટે જરૂરી લેપટોપ મોબાઇલ ફોન મળી કુલ રૂા.18.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતોે. પોલીસે આ ચારેય શખ્સોની ધરપકડ કરી તેમની સામે જુગાર ધારા અંતગર્ત ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જપ્ત કરેલાં સાહિત્યમાં ક્રિકેટનો સટ્ટો ખેલતાં 10 જેટલાં ગ્રાહકોના નામ અને નંબર સામે આવતાં તેમને પકડવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. જામનગરમાંથી ઝડપાયેલાં ક્રિકેટના ડબ્બાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.

ઉપરોકત કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.એસ.નીનામાની સુચનાથી પીએસઆઇ કે.કે.ગોહિલ આર.બી.ગોજિયા તથા બી.એમ.દેવમુરારી તેમજ એલસી સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બશીર મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, હિરેન વરણવા, દિલીપ તલાવાડિયા, ફિરોજ દલ, ખીમભાઇ ભોંચિયા, લાભુ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાંધલ, વનરાજ મકવાણા, પ્રતાપ ખાચર, નિર્મળસિંહ બી.જાડેજા, અશોક સોલંકી, મિતેશ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, નિર્મળિંસંહ એસ. જાડેજા, લક્ષ્મણ ભાટિયા, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા, અરવિંદગિરી વગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular