Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયચાર ધામ યાત્રાના માર્ગ પર અનેક સ્થળોએ જોવા મળી તિરાડ

ચાર ધામ યાત્રાના માર્ગ પર અનેક સ્થળોએ જોવા મળી તિરાડ

જમીન ઘસવાના કારણે આપતિથી અસરગસ્ત ચમોલી જીલ્લાના જોશીમઠમાં બદરીનાથ હાઈવે પણ પણ અનેક જગ્યાએથી ઘસી રહ્યો છે. હાઈવે પર 10 થી વધુ મોટી તિરાડો જોવા મળે છે. એકબાજુ ચાર ધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે અને આ માર્ગ પરથી હજારો વાહનો દોડશે ત્યારે હાઈવે પર નવી તિરાડોનાં કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જોશીમઠ અને મારવાડી વચ્ચેનાં 10 કિલો મીટરનાં વિસ્તારોમાં તિરાડો દેખાઈ છે. રાજય સરકારનાં દાવાઓથી વિપરીત જુની તિરાડો પહોળી થઈ રહી છે અને નવી તિરાડો બહાર આવી રહી છે. જોકે તિરાડોની તપાસ કરી રહેલી ટીમનાં નિષ્ણાંતે કહ્યું હતું કે તિરાડોની તપાસ થઈ રહી છે. ચિંતાનું કોઈ કારણ નથી.
જેબીએસએસનાં ક્ધવીનર અતુલ સતીએ જણાવ્યું હતું કે બદરીનાથ હાઈવે પહેલેથી જ વરસાદના કારણે ઘસી જવાનો સામનો કરી રહ્યો છે હવે જયારે ચાર ધામ યાત્રા શરૂ થશે ત્યારે હજારો વાહનો દોડશે ત્યારે શું થશે. તેની અમને ખબર નથી. હાલ તે બીઆરઓ તિરાડોમાં માટી અને કાટમાળ ભરીને આવા ગમન સુચારૂ રાખવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular