61મા હોમગાર્ડઝ સ્થાપના દિને ઈન્ડિયન મેડીકલ એસોસીએશન અને ગુજરાત હોમગાર્ડઝ વચ્ચે કરાયેલા એમઓયુ અંતર્ગત સમગ્ર ગુજરાતના આશરે 50 હજારથી પણ વધુ હોમગાર્ડઝ જવાનોને આઈએમએ દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવશે. જે અંતર્ગત આજે જામનગર જિલ્લા અને તાલુકાના જવાનોને સીપીઆરની તાલીમ અપાઈ હતી.
જામનગરની જી. જી. હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે જામનગર જિલ્લા અને તાલુકાના તમામ હોમગાર્ડઝ જવાનો માટે સીપીઆર ટે્રનિંગનું આયોજન કરાયું હતું. જેમાં સીપીઆર ટે્રનીંગ ગુજરાત પ્રેસિડેન્ટ ડો. ધવલ તલસાણીયા તેમજ જામનગર સીપીઆરના નોડલ ઓફિસર અને તેની ટીમ દ્વારા ટે્રનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગનો મુખ્ય હેતુ ઈમરજન્સીની સ્થિતિમાં મેડીકલ સારવાર કોઇ દર્દીને મળે તે પહેલાં સીપીઆર આપીને કોઇની જિંદગી બચાવી શકે તેવો છે તેથી સમગ્ર ગુજરાતના હોમગાર્ડઝ સભ્યોને આ ટે્રનિંગ આપવામાં આવશે. તેવું જિલ્લા હોમગાર્ડઝ ઓફિસર જી.એલ. સરવૈયાની યાદીમાં જણાવાયું છે.