દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થતા હવે લોકોને વેકસીનની યાદ આવવા લાગી છે અને ખાસ કરીને જેઓએ બે ડોઝ લીધા છે. તેઓ બુસ્ટર ડોઝ લે તેવી સલાહ આપવામાં આવી છે. કોવિડ વેકસીનના કારણે ઉપરાંત અગાઉ થયેલા કોરોનાના કામો જે તે વ્યક્તિના શરીરમાં કોવિડ સામેની એન્ટીબોડી બની હોય છે જે હાલ કોવિડના નવા સબ વેરીએન્ટની અસર પણ ઓછી રહી છે.
પરંતુ આ સ્થિતિ કેટલો લાંબો સમય ચાલશે તે અંગે નિષ્ણાંતો પણ ભાગ્યે જ કઈ કરી શકે છે અને તેથીજ હવે સરકારે પણ કોવિન પ્લેટફોર્મને ફરી એકટીવ કર્યુ છે અને તેના પર બુસ્ટર ડોઝ તરીકે કોવોવેકસ વેકસીન મળશે. આ વેકસીન કોવિશિલ્ડના ઉત્પાદક પુનાની સીરમ ઈન્સ્ટીટયુટે જ તૈયાર કરી છે. આ બુસ્ટર ડોઝને ‘હીટ્રોલોગસ ડોઝ’ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વ્યક્તિએ અગાઉ કોઈપણ કંપનીની વેકસીનના બે કે ત્રણ ડોઝ લીધા હોય તેને જરૂર છે. ‘કોવોવેકસ’નો ડોઝ આપી શકાશે. કોવોવેકસ મૂળ અમેરિકી કંપની નોવોવેકસનું ઉત્પાદન છે જે ભારતમાં સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા ઉત્પાદીત કરાયું છે. આ વેકસીનનો ડોઝ ટુંક સમયમાં ઉપલબ્ધ થશે અને તેનું કોવિન પોર્ટલ પર બુકીંગ થશે જેમાં એક ડોઝની કિંમત રૂા.225 હશે.