Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરકચ્છી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

કચ્છી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

- Advertisement -

કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ, જામનગર દ્વારા જ્ઞાતિજનો માટે 20 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. સદગુરૂ ઓધવરામ મહારાજ કોવિડ કેર સેન્ટર જે 58, દિ.પ્લોટ ઓધવદિપ વિદ્યાલય સામે સમાજની મહાજન વાડીમાં કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં કવોરન્ટાનઇ થનાર માટે બે ટાઇમ ભોજન, બે ટાઇમ નાસ્તો તેમજ જરૂરી ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત 24/ 7 નર્સિંગ સ્ટાફ તેમજ એટેન્ડન્ટની વ્યવસ્થા ઉપરાંત ઓકિસજનની જરૂર હોય તેવા પેશન્ટ માટે ઓકિસજનની વ્યવસ્થા પણ સંસ્થા તરફથી આપવામાં આવે છે.

હાલમાં 20 બેડનું કેર સેન્ટર જો જરૂરી ઉભી થશે તો વિસ્તરણ પણ કરવાની તૈયારી જ્ઞાતિ દ્વારા કરવામાં આવી રહી છે. આ કોવિડ કેર સેન્ટરની શુભ શરૂઆત દિપ પ્રગટાવી કરવામાં આવી હતી. જેમાં જ્ઞાતિના પ્રમુખ બાબુભાઇ રતડા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારિયા, પૂર્વ ડે. મેયર સુરેશભાઇ આલરીયા, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દિનેશ ગજરા, ઉપપ્રમુખ સુરેશભાઇ ભદ્રા, મંત્રી દિપકભાઇ હુરબડા, વસંતભાઇ કટારિયા, સુરેશભાઇ ગોરી, નારણભાઇ ગોરી, ટ્રસ્ટી કાનજીભાઇ દામા, પૂર્વ પ્રમુખ વાલજીભાઇ ગોરી, કમિટી સભ્યો, હંસરાજભાઇ ભદ્રા, ચંદુભાઇ ભદ્રા, મુરજીભાઇ દામા, નવિનભાઇ દામા, ઓધવ સેનાના પ્રફુલભાઇ દામા, પૂર્વ ટ્રસ્ટી વસંતભાઇ ભદ્રા, અનિલભાઇ હરવરા, શંકરભાઇ ભદ્રા, સમાજના પૂર્વ મંત્રી લાલજીભાઇ મંગે વગેરે ઉપસ્થિત રહયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular