જામજોધપુરના સિદસર ખાતે ઉમિયા માતાજીના મંદિર-વિજાપુર વિદ્યા સંકુલ કોવિડકેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમાજમાં તમામ દાતાઓના સહકારથી પ્રારંભ કરાયેલ આ કોવિડકેરમાં ઓક્સિજન સાથેના 50 બેડની વ્યવસ્થા ઉભી કરાઇ છે. આ કોવિડકેર સેન્ટરનો કોઇપણ જ્ઞાતિજનો લાભ લઇ શકશે. વિજાપુર વિદ્યાસંકુલના પ્રમુખ ચિમનભાઇ સાપરીયા, સિદસર ઉમિયાધામ સંગઠન પ્રમુખ કૌશિકભાઇ રાબડીયા, સંસ્થાના કારોબારી સભ્ય ભરતભાઇ અમૃતિયા દ્વારા મેડિકલ સ્ટાફની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો.