ભારત કોરોનાની મહામારી સામે લડવા માટે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. દેશમાં હાલ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સીન લઇ શકશે. સીરમ ઇન્સ્ટીટ્યુટ બાદભારત બાયોટેકે તેની કોરોના વેકસીન કોવાક્સિન (COVAXIN) ની કિંમત જાહેર કરી છે.
ભારત બાયોટેકે તેની કોવેક્સિનની કિંમતો જાહેર કરી છે. જે મુજબ રાજ્ય સરકાર માટે ડોઝ દીઠ 600 રૂપિયા અને ખાનગી હોસ્પિટલો માટે ડોઝ દીઠ 1,200 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એમ એલ્લાએ જણાવ્યું હતું કે તેમની કંપની હાલમાં કેન્દ્ર સરકારને ડોઝ દીઠ 150 રૂપિયાના દરે વેક્સીનની સપ્લાય કરી રહી છે અને કેન્દ્ર દ્રારા આ રસી લોકોને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.
ઈન્ડિયન બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના પ્રયત્નોથી બનેલી સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન વિશ્વની સૌથી સફળ વેક્સિન પૈકી એક તરીકે સામે આવી છે. વેક્સિનની ક્લિનિકલ એફિકેસી 78 ટકા છે. એટલે કે કોરોના ઈન્ફેક્શનને અટકાવવામાં રસી 78 ટકા ઈફેક્ટિવ છે.
કોવેક્સિન અગાઉકોવિશીલ્ડના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા હતા. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ વેક્સીન રાજ્ય સરકારોને 400 અને પ્રાઇવેટ હોસ્પિટલોને 600 રૂપિયામાં આપશે. હાલ દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે 1મે થી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો વેક્સિન લઇ શકશે.