જામનગર ખાતે શરૂસેકશન વિસ્તારમાં વસવાટ કરતા મૃદુલાબેન ગુલાબચંદ ગોસરાણીના પુત્ર ભાવીકના લગ્ન વેજલબેન સાથે થયા હોય, અને લગ્નબાદ વેજલબેન મૃદુલાબેન ગુલાબચંદ ગોસરાણી, ભાવીક શાહ ત્થા વેજલબેન સંયુક્ત પરીવારમાં વસવાટ કરતા હોય, અને પુત્રવધુ વેજલબેન શરૂસેકશન ખાતે મૃદુલાબેન ગુલાબચંદ ગોસરાણીની માલીકીના મકાનમાં પ્લે હાઉસ ચલાવતા હતા, આ દરમ્યાન પત્રુ વધુ વેજલબેન અને ભાવીક વચ્ચે ધરેલુ ં હિસા બાબતના કેસો થયા હોય અને આ દરમ્યાન સાસુ, પુત્રવધુ અને પતિ વચ્ચે ઝધડાઓ થયા હોય, આ અંગે રીટાયર્ડ નાયબ મામાલતદાર સાસુ મૃદુલાબેન શાહ ધ્વારા તેમની પુત્રવધુ વેજલબેન શાહ સામે પોતાની સ્વપાર્જીત મિલ્ક્તનો કબજો તેમના પુત્રવધુ ગેરકાયદેસર પચાવી ન પાડે અને મિલ્ક્ત છીનવી લેવાની ધમકીઓ આપતા હોય, અને જો તેમની મિલ્ક્ત છીનવાઈ જાય તો તેઓ પોતે વૃધ્ધ હોય અને તેમની એકમાત્ર મિલ્ક્ત હોય જેથી પુત્રવધુની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા માટે તેની મિલ્ક્તમાં ભોગવટામાં હરક્ત અડચણ ન કરે તેવો મનાઈ હુકમ અંગેનો દાવો અદાલત સમક્ષ મૃદુલબેન ગુલાબચંદ ગોસરાણી ધ્વારા કરવામાં આવ્યો હતો. તે દાવો ચાલતો હોય, જેમાં સાસુ ધ્વારા અદાલત સમક્ષ વચગાળાની અરજી કરી અને અદાલત સમક્ષ દાદ માંગવામાં આવેલ કે, પુત્રવધુ વેજલબેન શાહ, સાસુની માલીકીની મિલ્ક્તમાં ગેરકાયદેસર પ્રવેશ કરે નહી અને સાસુને આ જગ્યાનો ભોગવટો કરતા અટકાવે નહી અને અડચણ કરે નહી તેવી અરજી લાવ્યા હતાં અને તેમની સામે પુત્રવધુ વેજલબેન ધ્વારા મનાઈહુકમની અરજીનો જવાબ આવ્યો હતો.
બન્નેપક્ષની રજુઆતા અને દલીલો ધ્યાને લઈ અને પુત્રવધુ તરફે થયેલ રજુઆતો માન્ય રાખી અને સાસુની વચગાળાની મનાઈ હુકમની અરજી રદ કરવાનો અદાલતે હુકમ કર્યો હતો. આ કેસમાં પ્રતિવાદી વેજલબેન ભાવીક શાહ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાતં આર. નાખવા ત્થા આસી. નિતશે મુછડીયા રોકાયેલા છે.