Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરમુંબઇની પેઢી સામે લેણી રકમનો દાવો મંજુર કરતી અદાલત

મુંબઇની પેઢી સામે લેણી રકમનો દાવો મંજુર કરતી અદાલત

- Advertisement -

મુંબઇની પેઢી સામે લેણી રકમ વસુલવા માટે જામનગરની પેઢી દ્વારા કરવામાં આવેલો દાવો અદાલત દ્વારા મજૂર કરવામા આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર કનસુમરા, જામનગરમાં આવેલ બાલાર્ક મેટલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટર, મેહુલભાઇ, પુરૂષોત્તમભાઇ વ્યાસ એ મુંબઇની પેઢી એમ.કોન. કનેકટર્સ (ક્રિન્ફા)ને બ્રાસપાર્ટના રેકટેગ્યુલર બ્રાસ બેરલ તથા બ્રાસ ઇલેકટ્રિકનો માલ તેઓની જરૂરિયાત મુજબ વર્ષોથી મોકલતા, બાદમાં પ્રતિવાદી કોઇ માલ સબબનું પેમેન્ટ મોકલાવાનું બંધ કરી દીધું અને વાદીનો ફોન કે, કોન્ટેકટ કરવાનું પણ બંધ કરી દીધું અને પેમેન્ટ અન્વયે ગલ્લા-તલ્લા કરતા જેથી બાલાર્ક મેટલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટર, મેહુલભાઇ પુરૂષોત્તમભાઇ વ્યાસએ પોતાના વકીલ નીતલ એમ. ધ્રુવ મારફત જામનગરના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટમાં સમરી સ્યુટ લેણી રકમનો દાવો દાખલ કરેલ હતો જે દાવો કોર્ટમાં ચાલી જતાં, મુંબઇની પેઢીએ રૂપિયા ર,62,975 વાર્ષિક 8 ટકા દાવાની તારીખથી જયાં સુધી રકમ ન ચૂકવે ત્યાં સધી વ્યાજ આપવાનો અને રકમ ન ચૂકવી આપે તો તેની સ્થાવર તથા જંગમ મિલકતમાંથી વસુલી લેવા તથા દાવાનો તમામ ખર્ચ ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. બાલાર્ક મેટલ્સ પ્રાઇવેટ લિમિટેડની પેઢી તરફે યુવાન ધારાશાસ્ત્રી નિતલ એમ. ધ્રુવ, ડેનિશા એન. ધ્રુવ, પૂજા એમ. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી તથા આસી. જુનિયર કાજલ સી. કાંબરીયા રોકાયેલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular