Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરદરેડમાં પુરપાટ આવતા ટ્રકે બુલેટને ઠોકરે ચડાવતા દંપતિ ખંડીત

દરેડમાં પુરપાટ આવતા ટ્રકે બુલેટને ઠોકરે ચડાવતા દંપતિ ખંડીત

ત્રણ દિવસ પહેલા બપોરના સમયે અકસ્માત : પત્નીનું ગંભીર ઇજા પહોંચતા મોત : પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરૂઘ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી

જામનગર તાલુકાના દરેડ ગામના બસ સ્ટેન્ડ સામેના રોડ પરથી પુરપાટ બેફીકરાઇથી આવી રહેલા ટ્રક ચાલકે બુલેટ બાઇકને ઠોકરે ચડાવતા બાઇકમાં પાછળ બેઠેલા મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ચેલા ગામના વાડી વિસ્તારમાં કેનાલ વાળા રસ્તે રહેતા અને ખેતી કરતા સંજયભાઇ દુદાભાઇ ખુંટી (ઉ.વ.32) નામના યુવાન ગત તા.13ના રોજ બપોરના દોઢ વાગ્યાના અરસામાં તેના જીજે25 એસ 8800 નંબરના બુલેટ મોટરસાઇકલ પર તેના પત્ની શાંતીબેન સાથે દરેડ ગામના બસ સ્ટેન્ડ સામેના રોડ પરથી પસાર થતાં હતા ત્યારે પુરપાટ બેફીકરાઇથી આવી રહેલા બુલેટ મોટરસાઇકલને હડફેટ લઇ ઠોકરે ચડાવતા દંપતી મોટરસાઇકલ પરથી નીચે પટકાયું હતું. આ અકસ્માતમાં રોડ પર પટાકાયેલા મહિલા ઉપર ટ્રકના તોતીંગ ટાયર ફરી વળતા ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ગંભીર ઘવાયેલા મહિલા અને તેના પતિને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે શાંતીબેન સંજયભાઇ ખુંટી (ઉ.વ.32) નામના મહિલાનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ સંજયભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ એમ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ પીએમ માટે મોકલી ટ્રક ચાલક વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular