કલ્યાણપુરથી આશરે 26 કિલોમીટર દૂર ભોગાત – હર્ષદ હાઇવે પર જીજે- 37-યુ-1748 નંબરના છકડા રીક્ષામાં બેસીને જઈ રહેલા મૂળ જસાપર ગામના અને હાલ કલ્યાણપુરના લાંબા ગામે રહેતા મધુબેન તથા રીક્ષા ચાલક તેમના પતિ અરવિંદભાઈ ભનુભાઈ રાઠોડના છકડા રીક્ષા સાથે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જીજે-11-એસ-0273 નંબરના ફોર વ્હીલર ચાલકે પાછળથી અકસ્માત સર્જતા મધુબેનને માથાના ભાગે હેમરેજ તથા તેમના પતિને પણ નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે ફોર વ્હીલર ચાલક સામે મધુબેન રાઠોડની ફરિયાદ પરથી જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.