Monday, March 23, 2026
Homeરાજ્યજામનગરબોલેરોએ જ્યુપીટરને ઠોકરે ચઢાવતા દંપતિને ઇજા

બોલેરોએ જ્યુપીટરને ઠોકરે ચઢાવતા દંપતિને ઇજા

જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર રહેતાં રિદ્ધિબેન રોનકભાઇ સોજિત્રા (ઉ.વ.30) નામના મહિલા શનિવારે રાત્રિના સમયે તેના પતિ રોનકભાઇ અને પુત્ર સાથે જીજે10 ઇએફ 7235 નંબરના જ્યુપીટર ઉપર લાલપુર બાયપાસથી ઘરે જતા હતા. તે દરમ્યાન રણજિતસાગર રોડ પર ખેતલા આપા ટી સ્ટોલ પાસે પહોંચ્યા ત્યારે ડીવાઇડરના કટમાંથી પુરપાટ આવી રહેલી જીજે37 વી 0459 નંબરની બોલેરો કારના ચાલકએ જ્યુપીટરને હડફેટ લેતાં દંપતિ અને બાળક પટકાયા હતા. જેમાં દંપતિને સામાન્ય ઇજા પહોંચી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular