કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા દંપતીએ અગમ્યકારણોસર તેમની ઓરડીના પાઈપમાં ગળેફાંસો ખાઈ સજોડે આત્મહત્યા કર્યાના બનાવથી અરેરાટી ફેલાઈ ગઇ હતી. પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી હતી.
અરેરાટી જનકના બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ટેમીચા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામની સીમમાં આવેલા બાબુભાઈ ગલાણી નામના ખેડૂતની ખેતીની જમીન વાવણી માટે ભાગમાં રાખી હતી અને ખેતી કરતા રામબાઈ કૈલાશભાઈ કનેશ (ઉ.વ.20) અને તેનો પતિ કૈલાશભાઈ કનેશ (ઉ.વ.21) નામના યુવાદંપતીએ મંગળવારે વહેલીસવારના સમયે ખેતરમાં આવેલી ઓરડીના પાઈપમાં ચુંદડી વડે રામબાઇએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી તેમજ પતિ કૈલાશભાઈએ ઓરડીના ખાટલા ઉપર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. દંપતી દ્વારા કરાયેલી સજોડે આત્મહત્યાની જાણ થાનસીંગ કનેશ દ્વારા કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સ્થળ પરથી દંપતીના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો. પોલીસે દં5તી દ્વારા કરાયેલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતીની આત્મહત્યાનું કોઇ ચોકકસ કારણ જાણવા મળ્યું ન હતું.