જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામ તરફ જવાના માર્ગ પર સોલાર ફાર્મમાં ચાર શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કરી કડીયાકામ કરતાં યુવાન સહિતનાઓને માર મારી જાતિ વિષયક અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના જયેશ રાણાભાઈ મકવાણા નામનો કડિયાકામ કરતો યુવાન ગત તા.3 ના રોજ રાત્રિના સમયે શેઠવડાળા થી ભુપત આંબરડી ગામ તરફ માર્ગ પર આવેલા સોલાર ફાર્મની વાડીમાં કામ કરતાં હતાં તે દરમિયાન શેઠવડાળા ગામના કિશન જીતેન્દ્ર જોશી, વિજય નથુ કાંબરીયા, જાવેદ ઘોઘા અને યાસીન ઉઢેચા સહિતના ચાર શખ્સોએ પ્રવેશ કરી જયેશ મકવાણાને ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી મુંઢ ઈજા પહોંચાડી હતી. યુવાન ઉપર કરાયેલા હુમલામાં બચાવવા પડેલી પત્ની અમીબેનને કિશન જોશીએ ધકકો મારી પછાડી દઇ પેટમાં ઈજા પહોંચાડી હતી. હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ કરાતા ડીવાયએસપી ડી.પી. વાઘેલા તથા સ્ટાફે જયેશના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ