સિક્કા બંદરનાંભાગે આવેલ હોડા ઉપર હવામાન અને વાવાઝોડાંનાં અનુસંધાને સાગરખેડુ ભાઈઓ અને વહાણવટી ચાલક અને દરીયા મા કામ કાજ કરનાર દરીયાઈ સાગર ખેડનાર લોકો સાથે હવામાન ની જે આગાહી છે તે અંગે સિક્કા બંદર પર સિક્કાના ધર્મ ગુરૂ અને સિક્કા નગરપાલિકા વોર્ડ નં.3ના કાઉન્સિલર અને સામાજીક કાર્યકર અને લોકોને હંમેશા મદદરૂપ સાબિત થયેલ એવા સૈયદ અબ્દુલ કાદિર બાપુ કાદરી યુવા યંગ ગ્રુપ ની ટીમ સાથે રૂબરૂ દરીયા કિનારે હોડા પર જઈને મુલાકાત લીધી અને હવામાન અને વાવાઝોડાં વિશે કેમ ખુદની રક્ષા કરવી અને દરીયાઈ સાધન નો બચાવ કરવો તેની ચર્ચા કરી આ તકે સૈયદ અબ્દુલ કાદિર બાપુ કાદરી સિક્કા નગરપાલિકા કાઉન્સિલર સિક્કા સુન્ની મુસ્લિમ સમાજ ના માજી ઉપપમુખ અજીજ ઈસ્માઈલ ગંઢાર, બિલાલ હુસૈન સુંભણીયા એહમદ હારૂન મેપાણી, ઇબ્રાહિમ કાસર ભટ્ટી, લતીફ ઇબ્રાહિમ સંઘાર વગેરેએ મુલાકાત લીધી હતી.