Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકોરોના મોત: રૂા.4 લાખનું વળતર આપવું કે નહીં ?

કોરોના મોત: રૂા.4 લાખનું વળતર આપવું કે નહીં ?

સુપ્રિમ કોર્ટે કહ્યું: સરકાર 10 દિવસમાં જવાબ આપે

- Advertisement -

સુપ્રિમકોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો છે કે, કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને 4 લાખનું વળતર આપવા અંગે 10 દિવસમાં નિર્ણય કરે. સાથે જ મૃત્યુ પ્રમાણપત્રમાં મોતનું અસરલી કારણ (કોરોનાથી મોત) દર્શાવવાની પણ વ્યવસ્થા કે. જસ્ટિસ ઇન્દિરા બેનરનજી અને એમ.આર.ની બેન્ચ સમક્ષ કેન્દ્રએ શુક્રવારે કહ્યું કે આ અંગે સહાનુભુતિપૂર્વક વિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

જોકે મૃત્યુ પ્રમાપણત્રમાં મોતનું અસલી કારણ દાખલ કરવાની માંગ અંગે જવાબ આપવા વધારાનો સમય માંગ્યો છે. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સરકાર દાખલ અરજીની વિરૂધ્ધમાં નથી.

અરજી કરનાર તરફથી વકીલ એસ.બી.ઉપાધ્યાયે કહ્યું કે, મૃત્યુ પ્રમાણપત્રમાં મોતનું અસલી કારણ નહીં દર્શાવવાથી લોકોને વળતર મેળવવામાં તકલીફ પડી રહી છે. મહેતાએકહ્યું હતું કે, સરકાર આ અંગે સમાધાન કાઢશે. હવે પછીની સુનાવણી 21 જૂને થશે. મૃત્યુના પ્રમાણપત્રમાં સાચું કારણ નહીં હોવાથી ઘણી જગ્યાએ કૌટુંબિક પ્રશ્ર્નો પણ ઊભા થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular