દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે.દેશમાં છેલ્લા બે ત્રણ દિવસથી નવા કેસોની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 4,12,262 કેસ નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીના સૌથી વધુ 3980 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 329113 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર 1મે ના રોજ 4લાખથી વધુ કેસ નોંધાયા હતા ત્યારે 5દિવસ બાદ આજે રોજ આંકડો 4લાખને પાર થયો છે. 1મેના રોજ 4,01,993 નવા કેસ સામે આવ્યા હતા. અને 3523 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે આજે રેકોર્ડબ્રેક 4,12,262 કેસ સાથે 3980 દર્દીઓના મૃત્યુ થયા છે.
દેશમાં હાલમાં કોવિડના 35,66,398 સક્રિય દર્દીઓ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ માહિતી આપી હતી કે 5 મે સુધી ભારતમાં કોરોના વાયરસના કુલ 29,67,75,209 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે બુધવારે 19,23,131 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 16,25,13,339 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.