Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકોરોના ભયાવહ, દેશમાં દોઢલાખથી વધુ કેસો

કોરોના ભયાવહ, દેશમાં દોઢલાખથી વધુ કેસો

24 કલાકમાં 839 મોત: 11 લાખથી વધુ એકટીવ કેસ

- Advertisement -

કોરોના મહામારીનું રૌદ્ર સ્વરૂપ દેશમાં કહેર મચાવી રહ્યું છે. દરરોજ નવો દિવસ પસાર થતાં કેસની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં એક વખત ફરી કોરોનાના નવા કેસોએ છેલ્લાં તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં 1,52,879 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જે કોરોના મહામારીની શરૂઆતથી લઇ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. દેશમાં સંક્રમિત થઇ ચૂકેલા લોકોની સંખ્યાની વાત કરીએ તો હવે આ આંકડો હવે 1,33,58,805 પહોંચી ચૂકયો છે.

- Advertisement -

વીતેલા સપ્તાહની વાત કરીએ તો સોમવારથી અત્યાર સુધીમાં અંદાજે 6 લાખ નવા કેસ નોંધાઇ ચૂકયા છે. સતત વધતા આંકડાની સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 1.33 કરોડના પાર થઇ ગઇ છે. ચિંતાની વાત એક્ટિવ કેસની સંખ્યામાં વધારો છે. હવે એક્ટિવ કેસનો આંકડો 11 લાખને પાર થઇ ગયો છે. જ્યારે થોડાંક સમય પહેલાં દેશમાં માત્ર એક લાખની નજીક જ એક્ટિવ કેસ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular