જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટીમાં આજરોજ કોરોના મહામારીમાં ફરજ બજાવનાર આરોગ્ય ટીમના ડોકટરો એવા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં દિવસ-રાત જોયા વિના, પરિવારની ચિંતા કર્યા વિના ડોકટરો દ્વારા ફરજો બજાવામાં આવી હતી. જ્યારે આજરોજ તેમનું કોરોના વોરિયર તરીકે સન્માન કરાયું હતું. આ તકે મેયર બીનાબેન કોઠારી, કમિશનર સતિષ ખરાડી, ડે.મેયર તપનભાઇ પરમાર, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી સન્માન કર્યું હતું.