Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં હવેથી નાક મારફતે અપાશે કોરોના વેક્સીન

ભારતમાં હવેથી નાક મારફતે અપાશે કોરોના વેક્સીન

- Advertisement -

કોરોના વાયરસથી બચવા માટે ભારત સહીત દુનિયાભરમાં કોરોના રસીકરણ શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ભારતમાં હવે ટૂંક સમયમાં નોઝલ કોરોના વેક્સીનને મંજુરી મળી જાય તેવી શક્યતાઓ છે. કારણકે ભારત બાયોટેકને નાક મારફતે કોરોના વેક્સીન આપવાના પરીક્ષણની મંજુરી મળી છે.

- Advertisement -

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની  નિષ્ણાંતોની ટીમે હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેક કંપનીને નાકથી અપાતી વેક્સીનના પહેલા તબ્બકાના પરિક્ષણ માટે મંજુરી આપવામાં આવી છે. નિષ્ણાંતોની ટીમ સમક્ષ પહેલા તબક્કાના પરીક્ષણના પરિણામ રજૂ કરવામાં આવશે અને તેની સમીક્ષા બાદ જ આગલા તબક્કાના પરીક્ષણની મંજૂરી અપાશે. કંપનીના કહેવા પ્રમાણે દેશના 4 રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ અને તેલંગાણામાં આ વેક્સીનનું પરીક્ષણ કરવામાં આવશે.

18 થી લઈને 60 વર્ષની ઉંમરના 175 લોકોને પરીક્ષણમાં સામેલ કરવામાં આવશે. તેમાં 70-70 અને 35 લોકોના 3 જૂથ બનાવવામાં આવશે. પહેલા જૂથમાં સામેલ લોકોને માત્ર એક ડોઝ આપવામાં આવશે જ્યારે બીજા જૂથને પ્લેસબો પણ આપવામાં આવશે. ઉપરાંત ત્રીજા જૂથને માત્ર પ્લેસબો જ આપવામાં આવશે. ત્યાર બાદ ત્રણેય જૂથના પરિણામોની તુલના કરવામાં આવશે. દેશમાં હાલમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સી મંજૂરી આપવામાં આવી છે. આ બન્ને રસી ઇન્જેક્શન મારફતે આપવામાં આવે છે અને બન્નેના બે ડોઝ લેવા જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular