Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજેસીઆઇ જામનગર અને વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા કોરોના રસિકરણ કેમ્પ યોજાયો

જેસીઆઇ જામનગર અને વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા કોરોના રસિકરણ કેમ્પ યોજાયો

- Advertisement -

તાજેતરમાં જેસીઆઇ જામનગર અને વિશા શ્રીમાળી સોની સમાજના સંયુક્ત ઉપક્રમે જામનગર મહાનગરપાલિકાના સહયોગથી નિ:શૂલ્ક કોરોના રસીકરણનો દ્વિતિય કેમ્પ સફળતાપૂર્વ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં જામનગરની જનતાએ લાભ લીધો હતો. તેમજ દરેક રસીકરણ લેનાર નાગરિકોને સાંસદ પૂનમબેન માડમ તરફથી કિટ પણ અર્પણ કરાઇ હતી. આ કેમ્પમાં વિમલભાઇ કગથરા (શહેર ભાજપ પ્રમુખ), હસમુખભાઇ હિંડોચા (શહેર ભાજપ પૂર્વપ્રમુખ), તપનભાઇ પરમાર (ડે.મેયર), મનિષભાઇ કટારીયા (સ્ટે. કમિટી ચેરમેન), કુસુમબેન પંડયા (શાસકપક્ષ નેતા), આકાશભાઇ બારડ (શિક્ષણ સમિતિ ચેરમેન) તેમજ વોર્ડ નં. 9ના કોર્પોરેટર નિલેશભાઇ કગથરા, ધીરેનભાઇ મોનાણી (સોની સમાજ પ્રમુખ), કેતનભાઇ બદીયાણી જેસીઆઇ જામનગરના પાસ્ટ પ્રેસિડેન્ટ તેમજ કૃણાલ સોની (જેસીઆઇ જામનગરના પ્રમુખ) સોની સમાજના કાર્યકારી પ્રમુખ રીટાબેન ઝિંઝુવાડીયાના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કેમ્પ દરમિયાન જેસીબઆઇ જામનગરના પાસ્ટ પ્રેસિ. જેસી રાજનીકાંતભાઇ સોની, જેસી મનીષ રાયઠઠ્ઠા, જેસી સમીર જાની, જેસી હેમાંશુભાઇ જાનીએ હાજરી આપી. મેમ્બરોમાં ઉત્સાહ વધાર્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા સોની સમાજના આરોગ્ય મંત્રી જયસુખભાઇ પારેખ તથા જેસીઆઇ જામનગરના પ્રોજેકટ ચેરમેન જેસી કૃણાલ ઝિંઝુવાડીયા, સેક્રેટરી જેસી ભાવીન જડીયા, જેસી હિતેન મોનાણી, જીગ્નેશ ભટ્ટ, જેસી તેજસ રાઠોડ, ખીલન પાટલીયા, જેસી જીગ્નેશ ચાંગાણી, જેસી ધૈર્ય બદીયાણી, જેસી અંકિત વોરા, જેસી હાર્દિક લુક્કા તેમજ સોની સમાજના મંત્રી હેતલબેન વજાણી, અનંતરાય ઘેડીયા, ભરત કલોલીયા, અશોકભાઇ મોનાણી, જગદીશભાઇ ગુસાણી, ધર્મેશભાઇ વડનગરા, કિશોરભાઇ પાટલીયા, પંકજભાઇ મોનાણી, ચેતન મોનાણી, ચંદ્રકાંતભાઇ વારીયા, પરેશ ભુવા, મિલન વજાણી તેમજ જેસીઆઇ જામનગરના હોદ્ેદારો અને વિશા શ્રીમાળી સોની સમાજના મહાસમિતિના હોદ્ેદારો દ્વારા જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular