મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મા-અમૃતમ, મા- વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત કાર્ડધારકોને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની રૂ. 50 હજાર સુધીની સારવારનો લાભ આપવાનો કોર કમિટીમાં બુધવારે નિર્ણય કયો છે.
રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગી પરિવારો મા-અમૃતમ, મા-વાત્સલ્ય કે આયુષ્યમાન ભારતનું કાર્ડ ઘરાવે છે તે પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં દરરોજના રૂ. પ હજાર સુધી અને 10 ધ્વિસ લેખે કુલ રૂ. 50 હજાર સુધીની મયાદામાં સારવારવિનામૂલ્યે મળશે.
રાજ્ય સરકારે જણાવ્યું છે કે, આ નિણંયને પરિણામે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવારના ખચંમાં રાહત મળશે. આ ઉપરાંત આ લાભ 10મીજુલાઈ, 21 સુધી આવા કાડધારકોને અપાશે, એમ પણ જણાવાયું છે. કોરોનામાં મૃત્યુપામેલા સ્મશાનગૃહના કર્મીના વારસને રપ લાખનું વળતર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોરકમિટીએ બીજો પણ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે કે, જેમાં રાજ્યના તમામ સ્મશાનગૃહોના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણી તેમને તમામ મળવા પાત્ર લાભ પહેલી એપ્રિલ, 2020ની અસરથી અપાશે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતો કર્મચારી કોરોનાના જાન ગુમાવે તો તેમના વારસને રૂ. 25 લાખનીસહાય-વળતર પણ રાજ્ય સરકાર તરફથી અપાશે. આ નિણંયને કારણે કોરોનાના કપરા સમયમાં મૃતંદેહોના અંતિમ સંસ્કાર કરતા સ્મશાનગૃહોના કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને લાભ થશે.