Wednesday, January 8, 2025
Homeરાજ્યકોરોનાએ માતા-પિતાનો ભોગ લીધો,દીકરીએ બીજાને બચાવવા કોવિડમાં ડ્યુટી ચાલુ કરી

કોરોનાએ માતા-પિતાનો ભોગ લીધો,દીકરીએ બીજાને બચાવવા કોવિડમાં ડ્યુટી ચાલુ કરી

- Advertisement -

કોરોનાના આ કપરા કાળમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેવી જ રીતે રાજકોટની પી.ડી.યુ. મેડિકલ કોલેજની બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનો પરિવાર કોરોનાની ચપેટમાં આવતા તેના માતા-પિતાનું અવસાન થયું હતું . પરંતુ તેણીએ અન્ય લોકોએ પોતાના સ્વજનો ન ગુમાવવા પડે તે માટે કોવિડ હોસ્પિટલમાં ડ્યુટી ચાલુ કરીને લોકોની સારવાર કરવાનું શરુ કર્યું છે.

- Advertisement -

પી.ડી.યુ. મેડિકલ કોલેજની બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડિયાએ. તે પોતાની વ્યથા જણાવતા કહે છે કે, મારા માતા પિતા હવે રહ્યા નથી, જેનું મને ખૂબ જ દુઃખ છે. આ દુ:ખને ભૂલાવીને પણ માનવજાત ઉપર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિમાં હું અન્યોને મદદરૂપ થવા માંગુ છું. કોરોના સંક્રમણથી અન્ય લોકોના માતા – પિતાને બચાવીને મારે મારા માતા – પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવી છે. તેણે કહ્યું કે- મારા પરિવારમાં હું, મારા માતા-પિતા અને મારો ભાઈ બધા પોઝિટિવ આવ્યાં. અમને બંને ભાઈ-બહેનને સારવારથી સારું થઇ ગયું. પરંતુ માતા-પિતાનો કોરોનાએ ભોગ લીધો. તેમની સારવાર દરમિયાન ડૉકટરની હાલત જોઇ બહુ દુઃખ થયું. હું મારા માતા-પિતાને તો ના બચાવી શકી પરંતુ બીજાનાં માતા-પિતાને બચાવી શકું તે માટે સામેથી કોવિડ વિભાગમાં ડ્યુટી ચાલુ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular