Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોનો ફરી બેઠો થયો, એક જ દિવસમાં પાંચના મોત

કોરોનો ફરી બેઠો થયો, એક જ દિવસમાં પાંચના મોત

- Advertisement -

ભારતમાં ફરી કોરાનાનો પગપેસારો ચિંતાજનક બનવાના એંધાણ વર્તાતા હોય તેમ એક જ દિવસમાં ચાર પાંચ લોકોના મોત નીપજયા હતા. કેરળમાં ચાર તથા ઉતર પ્રદેશમાં એક દર્દીનું કોરોનાથી મોત નિપજયુ હતું. દેશમાં નવા 325 કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં રીપોર્ટ પ્રમાણે ભારતમાં રવિવારે કોરોનાના નવા 335 કેસ નોંધાયા હતા અને આ સાથે એકટીસ કેસની સંખ્યા વધીને 1710 થઈ હતી.કોરોનાનો નવો વેરીએન્ટ જેએન-1 જયાંથી મળ્યો છે તે કેરળમાં ચાર દર્દીઓનાં મોત નોંદાયા હતા જયારે ઉતર પ્રદેશમાં કોરોનાથી એક વ્યકિતનું મોત નીપજયુ હતું.

- Advertisement -

આઈસીએમઆર દ્વારા જ એવુ જાહેર કરવામાં આવ્યું છે કે કેરળની 79 વર્ષિય મહિલામાં કોરાનાનો નવો વેરીએન્ટ જેએન-1 માલુમ પડયો છે. આરટી-પીસીઆર ટેસ્ટ ને તેના જીનોમ સીકવન્સીમાં આ ખુલાસો થયાનું ડો.રાજીવ બહલે કહ્યું હતું. ભારતમાં કોરોનાનો ખાત્મો થઈ ગયાનું ગણાતું હોય તેવા સમયે નવા કેસોની સંખ્યા ચિંતા ઉભી થવાનું સ્વાભાવીક છે. 2020 નાં કોરોનાકાળથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસ 4.50 કરોડ થયા છે.જયારે મૃત્યુઆંક 533316 છે.અત્યાર સુધીમાં 220.67 કરોડ 228 ના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં નવા વેરીએન્ટ વિશે સરકાર એલર્ટ છે. નેશનલ ઈન્ડીયન મેડીકલ એસોસીએશન કોવીડ ટાસ્ક ફોર્સનાં સહ અધ્યક્ષ રાજીવ જયદેવનનાં કહેવા પ્રમાણે સાત મહિનાનાં ગાળા બાદ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. દુનિયાનાં અનેક દેશોમાં કોરોનાનાં આ સબ-વેરીએન્ટ વિશે વૈજ્ઞાનિકો ચિંતીત છે અને અગાઉનાં વેરીએન્ટ કરતા વધુ ચેપી હોવાની આશંકા દર્શાવી રહ્યા છે. વેરીએન્ટથી લોકોમાં તાવ, નાકમાંથી પાણી નિકળવુ, ગળામાં ખારાશ, માથામાં દુ:ખાવો તથા પેટની સમસ્યા જેવા લક્ષણો માલુમ પડી રહ્યા છે. કેરળનાં આરોગ્ય પ્રધાન વીના જયોર્જે જોકે એમ કહ્યું કે નવા સબ વેરીએન્ટથી ગભરાવાની જરૂર નથી. ઓળખાયેલા કેસને પણ મહિના થઈ ગયા છે. ગભરાટને બદલે સાવચેતી રાખવાની સલાહ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular