Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 389 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જામનગર જિલ્લામાં 389 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

24 કલાક દરમિયાન 60 દર્દીના મોતથી ફફડાટ: 235 દર્દીઓએ કોરોનાને માત આપી : શહેરમાં 279 અને ગ્રામ્યમાં 110 પોઝિટિવ કેસ

- Advertisement -

જામનગરમાં શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ દર્દીઓની સંખ્યામાં દરરોજ વધારો થતો જાય છે અને પોઝિટિવ કેસોનો આંકડો રોજ રેકોર્ડ સર્જે છે. 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 279 અને ગ્રામ્યમાં 110 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 110 અને ગ્રામ્ય વિસ્તારમાં 125 દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના આંકડાની સાથે સાથે મૃત્યુઆંક પણ વધતો જાય છે. અહીંની જી.જી. હોસ્પિટલમાં 1232 બેડની ક્ષમતા સામે 2000 દર્દીઓને હાલ સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત રાજકોટ અને મોરબી સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાંથી કોવિડના દર્દીઓ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં આવી રહ્યા છે.

- Advertisement -

સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેર કાળો કહેર વર્તાવી રહી છે અને આ મહામારીમાં દરરોજ અઢી લાખથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. એક માસ પૂર્વે આ આંકડો સામાન્ય હતો પરંતુ છેલ્લાં એક માસથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ડબલ મ્યુટેશનના કારણે રેકોર્ડ બ્રેક સ્થિતિએ પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં હજુ પરિસ્થિતિ વણસવાની શકયતા નકારી શકાતી નથી. દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધતું જાય છે અને આ રાજ્યો દ્વારા લોકડાઉન પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે છેલ્લાં 24 કલાક દરમિયાન દેશમાં 2,56,828 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે 1,54,234 દર્દીઓ સાજા થયા હતાં. તેમજ 1757 ના મોત નિપજ્યા હતાં. ઉપરાંત ગુજરાત રાજ્યમાં છેલ્લાં 11,403 પોઝિટિવ કેસ નોંધાયા હતાં અને 4179 દર્દીઓ સાજા થયા હતાં. જ્યારે 117 લોકોના મોત નિપજ્યાનું નોંધાયું છે. રાજ્યમાં સુરત કોર્પોરેશનમાં 28, અમદાવાદ કોર્પોરેશનમાં 23, વડોદરા કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, સુરેન્દ્રનગરમાં 6, જામનગર કોર્પોરેશનમાં 4 અને ભરૂચ-જામનગર-મોરબી-રાજકોટ-વડોદરામાં 3-3 અને બનાસકાંઠા-ભાવનગર-છોટા ઉદેપુર-ડાંગ-દેવભૂમિ દ્વારકા-ગાંધીનગર-મહેસાણા અને સુરતમાં 2-2 વ્યકિતના મોત તથા અમરેલી-આણંદ-અરવલ્લી-ભાવનગર કોર્પોરેશન-બોટાદ-ગાંધીનગર કોર્પોરેશન- જૂનાગઢ-પંચમહાલ-પાટણ અને સાબરકાંઠામાં 1-1 વ્યકિતના મોત નિપજ્યા હતાં.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન 389 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જે પૈકીના 279 જામનગર શહેર અને 110 ગ્રામ્યમાં પોઝિટિવ તથા 235 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જેમાં જામનગર શહેરના 110 અને ગ્રામ્ય વિસ્તારના 125 દર્દીઓ છે. શહેરમાં આજ દિવસ સુધીમાં કુલ 290695 અને ગ્રામ્ય વિસ્તારમાં 229539 લોકોના કોરોના પરિક્ષણ કરવામાં આવ્યા છે અને હજુ સુધીમાં જિલ્લામાં કુલ 40 દર્દીઓના મોત નિપજ્યાનું સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજ બપોર સુધીમાં 60 દર્દીઓના મોત નિપજ્યાનું બિનસતાવાર રીતે જાહેર થયું છે. જો કે, આ આંકડો દરરોજ વધઘટ થતો રહે છે અને અહીંની હોસ્પિટલમાં લોકોના મોત નિપજે છે પરંતુ સરકાર દ્વારા આ એક પણ કોવિડથી થયું ન હોવાથી સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતું નથી.

જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં આજે સવારની સ્થિતિ મુજબ કુલ નોન આઈસીયુ-ઓકિસજન બેડની 1743 ની ક્ષમતાની સામે 1743 બેડ ભરાયેલા છે. જ્યારે વેન્ટિલેટર સાથેના 235 બેડ પણ ભરાયેલા છે આમ કુલ 1978 બેડની જગ્યા ભરાયેલી છે તેમ આજે સવારે કલેકટર રવિ શંકર દ્વારા જણાવાયું છે. જો કે, અહીંની હોસ્પિટલમાં બહારગામથી આવતા કોવિડના દર્દીઓની સંખ્યા વધુ હોવાથી અને દરરોજ અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવે છે. જેના કારણે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની કતારો જોવા મળે છે અને 60-60 એમ્બ્યુલન્સો વેઈટિંગમાં ઉભી હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular