Monday, December 23, 2024
Homeરાજ્યપીર લાખાસર ગામે મારામારી પ્રકરણનો આરોપી કોરોના પોઝિટિવ

પીર લાખાસર ગામે મારામારી પ્રકરણનો આરોપી કોરોના પોઝિટિવ

પોલીસ કર્મી પણ સંક્રમિત

- Advertisement -

ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે તાજેતરમાં લગ્ન પ્રસંગમાં હાજરી બાબતે એક જ કુટુંબના બે પરિવારજનો વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ સર્જાઇ હતી. આ પ્રકરણમાં બંને પક્ષે કુલ આઠ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાઇ હતી. આના અનુસંધાને અહીંના પી.આઈ. વી.વી. વાગડીયાના માર્ગદર્શન હેઠળ તપાસનીસ અધિકારી દ્વારા આરોપીઓની ધરપકડ અંગેની કાર્યવાહી દરમિયાન ગુલમામદભાઈ સુમરા નામના એક આરોપીનો કોરોના રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી તેમને અહીંની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આ કાર્યવાહીમાં જોડાયેલા ગોવિંદભાઈ વીરાભાઈ કરમુર નામના પોલીસ કોન્સ્ટેબલ પણ કોરોના સંક્રમિત થતા તેમને પણ અહીંની હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. ગઈકાલે સાંજે આ પ્રકરણના આરોપીઓને અહીંની અદાલતમાં રજૂ કરવામાં આવતા આરોપીઓ જામીન મુક્ત થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular