Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાની સારવાર માટેની દવા તૈયાર, આવતા અઠવાડીયેથી બજારમાં ઉપલબ્ધ

કોરોનાની સારવાર માટેની દવા તૈયાર, આવતા અઠવાડીયેથી બજારમાં ઉપલબ્ધ

- Advertisement -

- Advertisement -

કોરોના વાયરસની બીજી લહેર દેશમાં તબાહી મચાવી રહી છે, ત્યારે આવતા અઠવાડીયાથી દેશમાં સ્પુતનિક-વી પણ બજારમાં ઉપલબ્ધ થશે. આ સિવાય કોરોનાની દવા પણ ઉપલબ્ધ થશે. જે કોરોનાના દર્દીઓ માટે ઘણી જ અસરકારક છે.

ડીઆરડીઓના અધિકારીઓએ જણાવ્યું કે ‘ડ્રગ મેન્યૂફેક્ચરિંરર આ દવાના ઉપયોગમાં તેજી લાવવા માટે પણ કામ કરી રહ્યા છે. આ દવાને ડીઆરડીઓ (DRDO) ના વૈજ્ઞાનિકોની એક ટીમ વિકસિત કરી છે, જેમાં ડો અનંત નારાયણ ભટ્ટ પણ સામેલ છે. માહિતી આપી હતી કે કોરોના ની દવા 2DGના 10,000 ડોઝની પ્રથમ જથ્થો આવતા અઠવાડિયે બજારમાં ઉપલબ્ધ થશે. આ દવા કોરોના દર્દીઓને સ્વસ્થ થવામાં મદદરૂપ છે. અને દર્દીઓને ઓક્સિજન પર પણ ઓછુ નિર્ભર રહેવું પડશે.

- Advertisement -

આ દવા અંગે સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે કોવિડ -19 ની બીજી લહેરને કારણે, મોટી સંખ્યામાં દર્દીઓને ઓક્સિજનની કમીના લીધે હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી રહી છે. આ દવા કિંમતી જીવ બચાવવાની અપેક્ષા રાખે છે કારણ કે તે સંક્રમિત  કોષો પર કાર્ય કરે છે. ગયા વર્ષે કોરોનાની મહામારી શરુ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પ્રકારની તૈયારીઓ કરવા માટે નિર્દેશ આપ્યા હતા ત્યારે DRDO દ્રારા આ દવા પર કામ શરુ કરવામાં આવ્યું હતું.

એન્ટી કોવિડ 19 ડ્રગ 2-ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ (2-ડીજી) દવાને ડીઆરડીઓની એક પ્રયોગશાળામાં ન્યૂકિલયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સ (આઇએનએમએએસ) એ હૈદ્રાબાદની ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ (DRL) ના સહયોગથી વિકસિત કરી છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular