Sunday, January 5, 2025
Homeરાષ્ટ્રીયકોરોના હજુ ગયો નથી, બાળકો થઇ રહ્યાં છે સંક્રમિત

કોરોના હજુ ગયો નથી, બાળકો થઇ રહ્યાં છે સંક્રમિત

કાશ્મીરની એક સ્કૂલમાં 32 બાળકો પોઝિટીવ, વલસાડની સ્કૂલમાં પણ ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા : આરોગ્ય વિભાગ બન્યું ચિંતિત

- Advertisement -

દેશમાં કોરોનાની બીજી લહેર ભલે નબળી પડી ગઇ હોય, જોકે હજુ પણ તેનાથી સ્થિતિ કાબુમાં નથી આવી. દેશભરમાં સ્કૂલો ખુલતા જ કોરોના દરેક બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં એક ખાનગી સ્કૂલમાં 32 વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ગુજરાતના વલસાડ જિલ્લામાં ધીમી ગતિએ કોરોના પગપેસારો કરી રહ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લાં 10 દિવસમાં 3 જેટલા શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્કૂલો બંધ કરાઈ શિક્ષકો પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ચિંતામાં વધારો થયો છે. કોરોનાથી સ્થિતિ કાબુમાં આવ્યા બાદ ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવાની છુટ આપી દીધી હતી.

- Advertisement -

રાજ્યના છેવાડે ગુજરાત અને મહારાષ્ટ્ર બોડર નજીક આવેલા વલસાડ જિલ્લામાં હવે ધીમી ગતિએ કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દોઢ વષ બાદ ફરી એક વખત સ્કૂલો શરૂ કરવામાં આવી છે ત્યારે એક જ મહિનામાં સ્કફલોમાં હવે ધીરે-ધીરે કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છે. જિલ્લાની બે જેટલી શાળાઓમાં કુલ 3 શિક્ષકો પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષકો પોઝિટિવ આવેલી શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી તથા બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને બંને શાળાઓ એક અઠવાડિયા માટે બંધ રાખવાનો નિણય લેવાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાના નવા 26041 કેસો સામે આવ્યા હતા, જે સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા 2,99,620એ પહોંચી ગઇ હતી.

જે 191 દિવસોમાં સૌથી નીચે છે. બીજી તરફ દેશમાં કોરોનાનો મૃત્યુઆંક 4,47,194એ પહોંચ્યો હતો. જ્યારે વધુ 276 લોકોના મોત નિપજ્યા હતા. જાણકારી અનુસાર કોરોના વિસ્ફોટ જમ્મૂના રાજોરી જિલ્લામાં થયો છે. અહીં એક ખાનગી સ્કૂલના 32 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. પ્રશાસને આદેશ આપ્યા છે કે ક્લાસમાં એંટ્રી પહેલા દરેક બાળકોનો એંટીજન ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં આ બાળકોની રિપોર્ટ પોઝિટિવ સામે આવી છે. હાલમાં જ જમ્મૂ કાશ્મીર સરકારે 10મા અને 12મા ધોરણને ઓફલાઇન શરૂ કરવાના આદેશ આપ્યા હતા. થોડા દિવસ પહેલા લદ્દાખની રાજધાની લેહમાં આવુ જ થયું હતું. જે બાદ સ્કૂલોને બંધ કરી દેવામાં આવી હતી. લેહમાં ગત સપ્તાહે એક દિવસમાં 71 નવા મામલા સામે આવ્યા છે. જે બે મહિનામાં સૌથી વધુ હતા. તેમાંથી મોટા ભાગના લેહ સિૃથત દ્રૂક પદ્મા કાર્પો સ્કૂલ સાથે જોડાયેલા હતા. જે બાદ જિલ્લા પ્રશાસને 15 દિવસ માટે સ્કૂલોને બંધ કરવાના આદેશ આપ્યા હતા. બે ઓક્ટોબર સુધી સ્કૂલોને ફરી બંધ કરી દેવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular